यारों दोस्ती, बड़ी ही हसीन है
ये न हो तो, क्या फिर?
बोलो ये ज़िन्दगी है
13/03/2016 - રવિવારઘણા સમય થી બધા વિચારતા હતા કે બહાર ફરવા જવું છે તો બધાએ નક્કી કર્યું કે પ્રકાશ નો બર્થડે આવે છે રવિવાર ના દિવસે તારીખ - 13 માર્ચ તો ખૂબ જ મોટી બહુમત થી બહાર જવાનું બિલ પસાર થઈ ગયું. તો જવાનું નક્કી કર્યું ગાંધીનગર ના એક પાર્ક માં જેનું નામ આજ સુધી મને નથી ખબર.
| Birthday boy with Girls |
આમ તો અમે બધા મિત્રો બધાના જન્મદિવસ પર મળતા જ હોઈએ છીએ. અને બાર ફરવાના અવસર 6 મહિને એકવાર આવતા હોય છે. પણ આ એવો દુર્લભ પ્રસંગ હતો કે કોઈનો જન્મદિવસ હોય અને બધા સાથે ક્યાંય ફરવા ગયા હોય.
ગયા વખત કરતા આ ટ્રીપ માં સભ્યો ની સંખ્યા વધી હતી. છોકરીઓ માં શ્રુતિ અને છોકરાઓમાં દેવ અને ભંડારી પણ જોડાયા હતા. લોકેશન પર પહોંચ્યા પછી વિધિ પ્રમાણે કેક કટિંગ કરી. કેક ખવડાવવા કરતા મોઢા પર વધારે લગાવામાં આવે તો જ બર્થ ડે મનાયો એમ કહેવાય.
| Birthday Boy with the boys |

નાનકડો સમારોહ પત્યા પછી બધાએ ભેગા મળીને પેટ નો ખાડો પૂર્યો. ત્યારબાદ વિધિપ્રમાણે ડમ્બ-સરાજ ચાલુ કર્યું. અમુક વાર તો એટલી હદે બુમાબુમ કરતા કે સિક્યુરિટી ગાર્ડ કેવા આવ્યો કે અવાજ ધીમે કરો. ગેમ રમતી વખતે એક યાદગાર પ્રસંગ બન્યો. જેને અમને બધાને એટલી હદે હસાયા કે ના પૂછો વાત..દેવ નો ફ્રેન્ડ ભંડારી જે અમારામાંથી મોટા ભાગના લોકો માટે અજાણ્યો હતો તેને મુવી નું નામ ઈશારા માં સમજાવા માટે મોકલ્યો. મુવી નું નામ હતું.......કમેન્ટ માં લાખો. પણ એણે જે ગતકડાં કર્યા હતા મુવી નું નામ સમજાવા માટે એ ભૂલી ના શકાય એટલા મજેદાર હતા.
કઈ રીતે ભુલાય યાર; જૈમીન, દીપક અને દેવા નો એ યાદગાર ડાન્સ.....
શાયરો સે લફઝ લેકર થોડે સે ઉધાર.....
લવ મી થોડા....
ગાર્ડન ખરેખર ખૂબ જ સુંદર હતું એટલે સ્વાભાવિક રીતે જ બધા મન ભરીને ફોટા પડાવે જ. ફરી એક વાર હાર્દિક ના કેમેરા એ કમાલ કરી અને બધાના એક થી એક સુંદર પિકચર્સ લીધા.
આખા દિવસ ના મસ્તીભર્યા પણો માણ્યા બાદ બધા ત્યાંથી નીકળ્યા. પણ હજી બર્થડે બોય પ્રકાશ જોડેથી પાર્ટી લેવાની બાકી હતી તો બધાએ નક્કી કર્યું કે મેકડોનાલ્ડ માં જઈને કંઈક ખાઇશું. આમપણ ભૂખ લાગી હતી. ત્યાંથી નીકળતી વખતે પ્રશાંત ની એકટીવા દીપકે લીધી અને પાછળ હની બેસી હતી. જે આ કહાની નો ટર્નીંગ પોઇન્ટ સાબિત થયો.
અમે બધા મેકડોનાલ્ડ પહોંચવા લાગ્યા. બસ થોડા ઘણા આગળ-પાછળ હતા બધા એકબીજા થી. મોટાભાગના લોકો પહોંચ્યા અને પછી એન્ટ્રી થઈ દીપકભાઈ ની. એકટીવા થોડીક સ્પીડ માં હતી અને રોડ ની સાઈડ ના કાંકરીચાળા માં એકટીવા ના નાના ટાયર સ્લીપ થઈ ગયા. બહુ જ ખરાબ રીતે બંને પડ્યા અને હની ગંભીર રીતે ઘવાઈ. આખા દિવસ ની ખુશીઓ ગમગીની માં છવાઈ ગઈ. ટેન્સન વધતું ગયું કે કેટલું વાગ્યું હશે, એના ઘરે કઈ રીતે કેહસું. આખરે એને હોસ્પિટલ માં લઇ ગયા જ્યાં એને કપાળ માં ટાંકા લેવા પડ્યા. દિપક નું રડવું અને અમારા બધાનું એને શાંત પાડવું. એક ટાઈમ પર એવું થઈ ગયું કે હવે ફરી કયારેય ફરવા નઈ જઈએ.
છેલ્લે બધું સારું થઈ ગયું. જ્યોતિ અને દિવ્યા હની ને મુકવા એના ઘરે ગયા અને સમજાવ્યું કે આકસ્મિક રીતે હની પડી ગઈ એટલે વાગ્યું. આખો દિવસ ખૂબ જ ચડાવ-ઉતાર વાળો રહ્યો. પણ દોસ્તી ની પરીક્ષા માં બધા પાસ થઈ ગયા એ ચોક્કસ હતું. અંતે બધું સારા-વાલા થઈ જ જાય. હજી આવી કઈ કેટલીય યાદગાર ક્ષણો આવવાની બાકી હતી.
Anyways....Those were the days....
સાથે સાથે આ છેલ્લી એવી ટ્રીપ હતી જ્યારે દિવ્યા અમારી સાથે આવી હતી. આ ટ્રીપ પછી લગભગ 3 મહિના પછી દિવ્યા અમને બધાને છોડીને જતી રહી. હા પણ એની ઘણી યાદો અમારી પાસે સંભાળીને પડી છે. જેમાંનીએક આ ટ્રીપ હતી. તે અમારી સાથે 2 યાદગાર ટ્રિપ્સ નો હિસ્સો રહી છે એની અમને ખુશી છે.
एक दिन हम भी कफ़न ओढ़ जायेंगे,
सब रिश्ते इस जमीन के तोड़ जायेंगे,
जितना जी चाहे सता लो मुझको,
एक दिन रोता हुआ सबको छोड़ जायेंगे।
Anyways, Those were the days...
ટ્રીપ માં સામેલ સદસ્યો
દેવ
દિપક
દિવ્યા
ધર્મિષ્ઠા
હાર્દિક
હાર્દિક
હની
જૈમીન
જ્યોતિ
પ્રફુલ
પ્રકાશ
પ્રશાંત
રવિભાઈ
શ્રુતિ
વિપુલ
Majorly missing in trip
હસમુખલાલ (ફરી એક વાર)
કાજલ
ધર્મેશ
મહેમાન સદસ્ય
ભંડારી
જય



You shoult write a book on every trip. Seriously recommending you😍😍
ReplyDeleteTo write a book, i need lot of research and inputs from all of you. I hope one day i will write a minibook. Anyways thanks for your kind words. But say something about this post. Aabhar.
DeleteBhai bhai khub j sundar rite lakhyu tame ....sache ae trip bahu yargaar hati 😍😍😍
ReplyDeleteBy the way bhandari je movie nu name guess karavto ae hati "Ragini Mms"🤣
એકદમ સાચો જવાબ. હકીકત માં ભંડારી એ દિવસનો નંબર 1 મનોરંજક હતો. હું આશા રાખું છું આવનારી દરેક ટ્રીપ નો તમે હિસ્સો બનો.
DeleteI know ae movie name hatu
ReplyDeleteRagini MMS
Bhai ssly tamare book lakhvanu pn chalu Karo. You are a such a good writer. Bro.
ReplyDeleteOnce again thank you for this.
-Deepak parmar
ખૂબ ખૂબ આભાર દિપક ભાઈ. ખરેખર એ દિવસ ની તમારી સ્થિતિ વિશે વિચારીએ તો હાલ પણ દુઃખ થાય છે. પણ સારું છે આપડે એ બધું પાછળ છોડી દીધું.
DeleteOhhh teriiii aakhi book j 6api didhi
ReplyDeleteBagban na jem 6pai daie ave
😍😍😍👏👏👌👌👌👌Jordar
Bs bhai bs hve rdavso su hve....jordar vipulbhai bhai..
ReplyDeleteBauj mast baki...from Prakash
રડાવવું મારો મક્સદ નથી. મારે તો બસ એ યાદો ને વાગોળવી છે અને તમને લોકોને એમાં ડૂબકી લગાવડાવી છે.
DeleteI really miss uh all 😢
ReplyDeleteIf you write a book on our trips, there should ne one book on every trip 😂 Etla badha moments che capture karva ke word bank akhi use thai jase 💯. Vipul bhai and jyoti bhabhi your presence on every trip counts more worth and this is one of the finest reasons. Tame badha ne flashback ma lai gaya with such beautiful creative efforts 😊 #thankyoudilse for ✒ down of our trips ✨
ReplyDeleteThank you shruti for expressing your thoughts on my creation. Koi pan aa blog open kare ane mari post joine flashback ma jaine khush thai jaay evi mari icha chhe. And keep supporting my efforts for more better work.
Deleteહું એ સમયે આવવાની ન હતી. ટ્રિપ પર ગાંધીનગર.... કેમકે મારી તબિયત સારી ન હતી. તે દિવસે કવિ લેવા આવ્યો તો મેં કહ્યું હું નહિ આવી શકું તરત જ જૈમીનનો કોલ આવ્યો અને કહ્યું મને આવવાની વિનંતી કરી એના કારણે હું ટ્રિપ પર આવી કવિ અને જૈમીન ને હું આભાર માનું છું 🤝🏻થેન્ક્યુ સો મચ. Sorry😇 કવિ મારા માટે વેટ કરતો રહ્યો.
ReplyDeleteબીજી એક વાત તો યાદ આવ્યું. હની, દિવ્યા અને જ્યોતિભાભી 🍽️🥣🍲આપણા બધા માટે નાસ્તો લાવ્યા હતા.
દેવ, જૈમિન અને દિપક ખૂબ ♥️જોરદાર ડાન્સ🕺🏻કરી બતાવ્યું.ખૂબ જ ડાન્સ જોવાની 🥰🤗મજા આવી એ દિવસે 💓શાનદાર રહ્યું.
દેવ નો એક મિત્ર એ 😎એક્ટર અને 🤭ડાયલોગ કર્યું એ પણ ખૂબ જ મજા આવી.
જેને ભી 📸ફોટોગ્રાફ પાડ્યું છે ખૂબ જ સુંદર 👌🏻ફોટો પાડ્યો છે એના માટે 📹ખુબ ખુબ ધન્યવાદ🥰
વિપુલભાઈ એ ખુબ જ સુંદર સરસ 🖋️કહાની બનાવીને બધાને યાદગાર 📔તાજી કરી. આ 📝લખાણથી જિંદગીની🥰 યાદગાર રહેશે.એના માટે ખુબ ખુબ ધન્યવાદ........🤝🏻🙏🏻♥️♥️♥️
Thank you so much Dharmishta for appreciating. Thanks aa trip no bhag banva badal. Khabar nahi aava divaso fari aavse k nahi pan atleast aa divaso yaado rupe to aapdi pase chhe.
Delete