મહુડી અને મીની અમરનાથ - એક સંતુષ્ટ યાત્રા


दिल चाहता है

कभी ना बीतें चमकीले दिन
दिल चाहता है
हम ना रहें कभी यारों के बिन

दिन-दिन भर हों प्यारी बातें
झूमें शामें गायें रातें
मस्ती में रहे डूबा-डूबा हमेशा समाँ
हमको राहों में यूँ ही मिलती रहें खुशियाँ


ટ્રીપ પ્લાનીંગ અને એવું બધું

લગભગ લગભગ 2 વર્ષ ના અંતરાય પછી આ રીતે બાર જવાનું નક્કી થયું. શ્રુતિ ના આગ્રહ ને કારણે જ આ સંભવ બન્યું હતું. તો આ વખતે અમે મહુડી અને મીની અમરનાથ જવા માટે ફરી એક વખત શિયાળા ની એક સુંદર સવારે નીકળી પડ્યા. સૌપ્રથમ વાર અમારું ગ્રુપ આટલી દૂર ની ટ્રીપ કરી રહી હતી. કેમકે અત્યાર સુધી મેક્સિમમ અમે ગાંધીનગર અને થોળ જે 30 થઈ 40 kms ના અંતર ની જગ્યાએ જ ગયા હતા જ્યારે મહુડી અને સાથે સાથે અંબોડ, લગભગ લગભગ 60-70 kms જેટલું અંતર થઈ જાય. 



Add caption


તો થોડા દૂર ની ટ્રીપ હોવાથી છોકરીઓની આવાની સંભાવના ઓછી થઈ જાય છે. તો પણ શ્રુતિ, ધર્મિષ્ઠા અને જ્યોતિ ના આવાથી આ ટ્રીપ ઓલ-બોયઝ ટ્રીપ બનતા બનતા રહી ગઈ. (અને જમવાની વ્યવસ્થા થઈ એ અલગ). ભાવનગર થી સ્પેશ્યલ હસમુખલાલ ઈમ્પોર્ટ થઈ રહ્યા હતા તો ઘણા સમય પછી એમને મળવાનું થવાનું હતું.



મહુડી ગાથા

મહુડી જતાં રસ્તામાં ચા-પાપડી ની લહેજત માણી. આ લહેજતમાં અમુક લોકો સમયસર પહોંચી ના વળતાં એ લોકોને માઠું લાગી ગયું હતું. એ લોકોના આવ્યા બાદ પરંપરા અનુસાર મિડ-ટ્રીપ ફોટોસેશન કર્યું. ત્યાર પછી ઉપડ્યા મહુડી. મહુડી પણ અમારી ગાડી પહેલા પહોંચી ગઈ અને અમે દર્શન કરવા લાઈનમાં ઉભા રહી ગયા હતાં. તો એમાં પણ જૈમીન ને ખોટું લાગી ગયું હતું. જોકે એ અમે જાણીજોઈને નહોતું કર્યું. તો પણ ઘણા ટાઈમ સુધી એને કન્વીન્સ કર્યો. એ પછી શાંતિથી દર્શન કર્યા અને પેટ ભરીને સ્વાદિષ્ટ સુખડી પણ આરોગી. દર્શન કર્યા બાદ ફરી નાનકડું ફોટોસેશન થયું. 

મીની પાવાગઢ કથા

મહુડી થી નીકળીને પછી પહોંચ્યા મીની પાવાગઢ. મીની પાવાગઢ સૌથી વધારે મજા આવી. ત્યાં પહોંચ્યાં તો મંદિર માં લગ્ન ચાલતા હતાં. હકીકત માં અમને ત્યાં ચીફ ગેસ્ટ્સ તરીકે બોલાયા હતાં. લગ્ન માં જમ્યા તો નહીં પણ અમારી ક્ષમતા પ્રમાણે ચાંદલો લખાવીને અમે વર-વધુને આશીર્વાદ આપ્યા અને અસારવા-ચમનપુરા ની હનીમૂન ટીકીટ આપીને રજા લીધી. (કભી કભી કલ્પના કરના અચ્છા લગતા હૈ)






સૂકીભટ્ટ પણ નયનરમ્ય સાબરમતી ના પટ માં આવેેલ આ ધામ ખરેખર માણવાલાયક જગ્યા છે. ફોટા પડાવા માટે લોકો એ દોટ મૂકી.









એ ને જાતજાતના ને ભાતભાતના ફોટા પડાયા. કોઈ એકદમ ખાઈ માં ઉતરીને (હસમુખલાલ) ગૌરવપૂર્ણ ફોટો પડાવે તો કોઈ હવા માં છલાંગ લગાવીને (જૈમીન) પરફેક્ટ ફોટો પડાવાની તજવીજ ગોઠવેે, તો કોઈએ સેલ્ફ આઇસોલેશન માં દૂર જઈને (શ્રુતિ) સુપરઝૂમ કરાઈને ફોટો પડાયો. તો વળી અમુક કપલીયાઓએ (સમજી જાવ, એક જ કપલ હતું) પણ હાથ માં હાથ નાખીને ફોટા પડાવીને મન ની મુરાદ પુરી કરી. બાય ધ વે ફોટા સુપર્બ છે. થેન્ક્સ પ્રફુલ. સારો એવો પોર્ટફોલિયો તૈયાર કરાયા પછી માંડ બધા શાંત પડ્યા. ત્યાં પેટે બુમો પાડી.


એ યાદગાર ભોજન (ધ્યાન થી વાંચજો)

ભૂખ તો બધાને કકડીને લાગી પણ બેસવું ક્યાં જમવા માટે તે મોટો પ્રશ્ન. મંદિર ની ચારેકોર ની પ્રદક્ષિણા કરી. કેટલી વાર તો બેસી બેસીને ઉભા થઇ ગયા. ક્યાંક તાપ આવે ક્યાંક પવન વધારે આવે, ક્યાંક જગ્યા સારી ના હોય. પછી બધાએ મંદિર તળેટી માં નીચેની સાઈડ વડલા નીચે બેસીને જમવાનું નક્કી કર્યું.

વડલા ની પાસે જતા જ માલુમ પડ્યું કે ત્યાં તો વાંદરાં બેઠા હતા. તો પણ....ના ના તો પણ અમે વાંદરાઓ પર ભરોસો કરીને ત્યાં જ જમવા બેસવાનું નક્કી કર્યું. પછી તો શું માંડ એક કોળિયો ભરવા જઈને ને વાંદરુ ગાંડું થાય કે ભઈ લાય મને આપ. બધા પરેશાન. એકતો એવડું મોટું અમારું રસોડું હોય, જાત જાતના પકવાન હોય એટલે વાસણ હોય, થાળી, ચમચા વગેરે હોય, નીચે પાથરવા માટે પેપર હોય, એ બધું ખસેડી ખસેડીને વાનરસેના થી છેટા થતાં જઈએ ને તોય પીછો તો ના જ છોડાઈ શકીયે કેમકે એટલો મોટો કાફલો લઈને બેઠા તા ને ફરી જગ્યા બદલવી બઉ અઘરી હતી. આ સંઘર્ષ જ આ ટ્રીપ ની સૌથી યાદગાર પળ હતી ખાસ કરીને મારા માટે તો. જોકે આ સંઘર્ષપૂર્ણ સમય માં પણ હું એક આખો પરોઠો ખાઈ ચુક્યો હતો. એનો મતલબ શુ કે હું ભુક્કડ હતો?? ના.. હું વાંદરાની રેન્જ માં નહોતો.

આ તો પછી ખબર નઈ નાછૂટકે બધાએ સ્થળાંતર કરવું જ પડ્યું તો પણ હજી મુંજવણ ચાલુ જ હતી કે બીજી કઈ સેફ જગ્યાએ બેસવું જ્યાં વાનરસેના નો પ્રકોપ ના હોય, કેમકે એ આખો ઇલાકો લગભગ લગભગ વાનરસેના કવર કરતી હતી. આ તો ભલું થાય એ દુકાન વાળાનું જેને એની દુકાન ની બાજુ ની જગ્યા પર બધાને બેસવા દીધા. તો પણ એક-બે જણ ને ગિલ્ટ ફીલ થતું તું કે મફત માં આના ત્યાં બેસીએ એટલે એક-બે નમકીન ના પડીકા એના ત્યાંથી લેતા આવ્યા. તો આમ સંઘર્ષપૂર્ણ પણ સ્વાદિષ્ટ ભોજન નો અમેં બધાએ આનંદ માણ્યો. દિપક ની સ્પેશિયલ યીપ્પી નૂડલસે દિલ જીતી લીધું. બીજું કોણ કોણ શુ લાવ્યા હતાં જમવા માટે કમેન્ટ માં લખો. બધાનું જમવાનું સરસ હતું. મને યાદ છે ત્યાં સુધી શ્રુતિ ઉપમા લાવી હતી. આવતી વખત થી બધા ધ્યાન રાખજો લ્યા કે જમતાં પહેલા બધી વાનગીઓનો ફોટો લેવામાં આવે કેમકે એ લોકો ને પણ ક્રેડિટ મળવી જોઈએ. ભૂખળની જેમ ઓન-ટાર્ગેટ ખાવા પર તૂટી ના પડવું.







જમી કરીને પછી ફરી પાછા ઉપર મંદિર પાસે ગયા. ફરી થોડા ફોટા પડાયા અને પછી ત્યાંથી નીકળ્યા મીની અમરનાથ જવા. અમરનાથ મેઈન મંદિર સુધી પહોંચતા પહેલા જે ચાલતા ચાલતા જવાની જગ્યા છે ત્યાં ખૂબ મજા કરતા કરતા ગયા. એ બજાર, એ મોટો ઢાળ ઉતરવાની મજા..મનમાં થોડી ચિંતા પણ કે વળતાં આ ઢાળ ચડવો પણ પડશે.. બજાર માંથી પ્રફુલે નાનકડી નાવડી લીધી હતી અને ઘરે જઈને પણ એની સાથેનો વીડિઓ શેર કર્યો હતો. મંદિર પ્રાંગણ માં પહોંચ્યા પછી સીધા ગુફાઓમાં ઘુસ્યા. ગુફાઓમાં મજા આવી. દરેક ગુફામાં ક્લિકમ-ક્લિક..પછી બાર આવીને પાર્ક માં બેસવા માટે જગ્યા શોધવા લાગ્યા. પણ અહીંયા તો ગાર્ડે પાર્ક માં બેસવાની જ ના પાડી દીધી.

 

એકતો થાક પણ એટલો લાગ્યો હતો અને પાછું ડંબ-સરાઝ તો રમવું જ પડે. પછી તો શું! પાર્ક સિવાય ની જગ્યાઓમાં આમતેમ ફાંફા માર્યા જ્યાં બેસી શકાય. માંડ સારી જગ્યા મળી તો બેઠા અને પછી રમ્યા. ખબર નહિ કેમ એ દિવસે ડંબ-સરાઝ માં એટલી મજા ના આવી અને અમારું પ્રદર્શન પણ નિરાશાજનક રહ્યું હતું. જે પણ હોય ઓવરઓલ ખૂબ મજા માણી અને પછી ત્યાંથી વિદાય લીધી. જતાં-જતાં હાર્દિક નું હેલ્મેટ જે એને બાઇક પર લટકાવ્યું હતું તે ગાયબ થઈ ગયું. એને સાક્ષાત મેમો-ફાળનાર ટ્રાફિક હવાલદાર ના દર્શન થયા. 





આ એવી ટ્રીપ હતી જે ઘણા સમય પછી યોજાઈ હતી અને ખરેખર ખૂબ જ મજા આવી હતી. પણ, હું પર્સનલી એવું માનું છું કે આ ટ્રીપ માં બધાએ સાથે હોવું જોઈતું તું. હસમુખભાઈ આટલી દૂરથી આવતા હતા, એનો મને આનંદ થયો પણ સાથે સાથે એમ પણ થયું કે ગ્રુપ ના અન્ય સભ્યોએ પણ આ વખતે હોવું જોઈતું હતું. રવિભાઈ, પ્રકાશ, પ્રશાંત, દેવ, હની, કાજલ બધાને મીસ કર્યા. આઈ હોપ એક દિવસ એવી પણ ટ્રીપ હોય જેમાં આપડે કોઈને પણ મીસ ના કરતા હોઈએ.



તો આ હતી આપણી છેલ્લી પણ યાદગાર ટ્રીપ. આ સમય ને પણ વીતે વર્ષ ઉપર થઈ ગયું અને કદાચ આવનારા એક વર્ષ સુધી ક્યાંય જવું સંભવ ના પણ થાય. ઉપરથી બધાની પર્સનલ લાઈફ અને કેરિયર ના સળગતા પ્રશ્નોની વચ્ચે કોણ કઈ રીતે ટાઈમ કાઢી શકે છે એ પણ જોવું રહ્યું.

ઓલ ધ બેસ્ટ ટુ એવરિવન.....

Anyways..Those were the days..

ટ્રીપ ના સભ્યો :

દિપક
ધર્મેશ
ધર્મિષ્ઠા
હાર્દિક
હસમુખલાલ (આખરે એન્ટ્રી પાડી)
જૈમીન
જ્યોતિ
પ્રફુલ
શ્રુતિ
વિપુલ

Majorly missing in the trip
દેવ
હની
કાજલ
પ્રકાશ
પ્રશાંત
રવિભાઈ

મહેમાન સદશ્ય
પ્રતીક (જૈમીન નો ફ્રેન્ડ)

Comments

  1. Overal the trip was fine. At last Hasmukh bhai enters the dragon😂😂.
    I love winter. And photoshoot in winter. We all enjoyed a lot.
    By the way hu Aalu Parotha Layo to😜.

    Waiting for the Next Trip😉

    ReplyDelete
    Replies
    1. ભાઈ તારા પરાઠા માટે ખૂબ જ આભાર. હું આશા રાખું છું નેક્સટ ટ્રીપ જલ્દી થાય.

      Delete
  2. Prashnat Sharma

    Saras lakhyu tame ...but hu nato aayo😑😑😑 next time jaishu badha farithi😊

    ReplyDelete
    Replies
    1. તમે આવ્યા હોત તો મજા માં ખૂબ જ વધારો થયો હોત. આશા રાખું છું કે નેક્સટ ટ્રીપ માં તમે કોઈ પણ સંજોગો માં ભાગ બનશો.

      Delete
  3. After a long time, I am there to be with you.
    This is one of the memorable moments.

    You re-introduced that day to me all over this text.

    ReplyDelete
    Replies
    1. Absolutely brother. Your coming on this tour makes everyone happy too. i hope you will not miss too many trips in future. And I also wish to come all the way to mahuwa with the boys one good day. Finger crossed.

      Delete
  4. Never say goodbye to a friend because you will surely meet them again. ... Expect more dramas when you and your old friend finally meet after a long time.....

    We will Plan for next tour...

    ReplyDelete
  5. I literally laughed out loud by just reading the title of lunch tym 😂 pela 🐒🐒🐒 vadu scene yaad avi gayu fari 😂😂😂😂 Thank you so much @⁨Vipulbhai for recalling such amazing memories and putting them together in such a wonderful way 😍 Tasty dishes_amazing photoshoot_track to amarnath was real fun_not to forget food fight 😂 Awaiting for next fabulous trip. Thank you once again for such creative writing masterpiece 😃 You inspire many to write....

    ReplyDelete
    Replies
    1. I credit each and every members of the trip for just coming and spend their important time of the sundays. I think we just have to stay together, memorable moments will be created automatically. Thank you so much shruti for being part of another memorable trip. And thank you for boosting my confidence as a writer too.

      Delete

Post a Comment